ગુજરાતી

ભવિષ્યના ડૉક્ટરો એઆઈની તાલીમ લેતા

સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં તબીબી શિક્ષણને સશક્ત બનાવવા એઆઈની ભૂમિકા અંગે શૈક્ષણિક કાર્યક્રમ

અમદાવાદ, 12 જૂન।
સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ અને સાલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા CSRBOX અને IBM SkillsBuildના સહયોગથી “આરોગ્ય સેવાઓની ક્ષમતા નિર્માણમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ની ભૂમિકા” વિષય પર એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીઇઓ ડૉ. નિતિન શાહ, ડીન ડૉ. જયેન્દ્ર જાડેજા તથા એડિશનલ ડીન ડૉ. વિજય પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. સંભવતઃ સાલ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રકારનો આ પ્રથમ કાર્યક્રમ હતો, જેમાં નિષ્ણાતો અને વિદ્યાર્થીઓએ તબીબી અને આરોગ્ય સેવાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સીઇઓ ડૉ. નિતિન શાહે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો વિકાસ ડૉક્ટરોનું સ્થાન લેવા માટે નહીં, પરંતુ તેમની કાર્યક્ષમતા અને ક્ષમતાઓમાં વધારો કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે AI રોગોની પ્રારંભિક ઓળખ, વધુ સારા તબીબી નિર્ણયો અને દર્દીઓની સંભાળની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ડીન ડૉ. જયેન્દ્ર જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આધુનિક તબીબી શિક્ષણમાં હવે માત્ર તબીબી જ્ઞાન પૂરતું નથી, પરંતુ ડિજિટલ હેલ્થ, ડેટા એનાલિટિક્સ અને AI આધારિત ટેક્નોલોજીની સમજ પણ આવશ્યક બની ગઈ છે.
એડિશનલ ડીન ડૉ. વિજય પંડ્યાએ તબીબી સેવાઓમાં AIના ઉપયોગની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્ય સેવાઓમાં AIના વિવિધ ઉપયોગો જેમ કે એજેન્ટિક AI, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ તથા હેલ્થકેર AI ટૂલ્સ વિશે માહિતી આપવામાં આવી હતી. સહભાગીઓએ AI આધારિત આરોગ્ય સેવાઓ અને તબીબી સંશોધન સંબંધિત વિષયો પર નિષ્ણાતો સાથે સંવાદ કર્યો તથા પોતાની જિજ્ઞાસાઓનું નિરાકરણ મેળવ્યું.
આયોજકોના જણાવ્યા અનુસાર આ પહેલ વિદ્યાર્થીઓને આરોગ્ય સેવાઓ અને ટેક્નોલોજીના ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નજીકના ભવિષ્યમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે વિશેષ AI તાલીમ સત્રો પણ શરૂ કરવાની યોજના છે.
કાર્યક્રમમાં 100થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ 2026 નિમિત્તે એનએસઆઈટીમાં વૃક્ષારોપણ, વૃક્ષોના સંરક્ષણનો સંકલ્પ

w3hosters@gmail.com

સ્વદેશી જાગરણ મંચ, ગાંધીનગર વિભાગમાં ડૉ. મહેશભાઈ પટેલ વિભાગ સંયોજક તથા શ્રીમતી પ્રીતિબેન પંડ્યા મહિલા પ્રમુખ નિયુક્ત

w3hosters@gmail.com

વિશ્વ સિકલ સેલ દિવસ 19 જૂન નિમિત્તે વિશેષઆદિવાસી અસ્મિતાનો અવાજસિકલ સેલ મુક્ત ભારતનો સંકલ્પ

w3hosters@gmail.com

Leave a Comment