
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મિડટાઉનના નવા પ્રમુખ હર્ષદ પટેલે કાર્યભાર સંભાળ્યો
વર્ષ 2026-27 માટે નવી કાર્યકારિણીની રચના, નિવર્તમાન હોદ્દેદારોની ઉત્કૃષ્ટ સેવાઓનું સન્માન
- અમદાવાદ
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મિડટાઉનના વર્ષ 2026-2027 માટે નવનિયુક્ત પ્રમુખ હર્ષદ પટેલે અહીં આયોજિત વિશેષ સમારોહમાં વિધિવત્ રીતે પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે ક્લબના હોદ્દેદારો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પૂર્વ હોદ્દેદારો તેમજ રોટરીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કુમારી હેની પટેલના ડીઆઈપી સેલિબ્રેશનથી થઈ હતી. જેમાં એજી નિખિલ શુક્લા તથા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જોઈતારામભાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ હર્ષદ પટેલે વર્ષ 2026-2027 માટે ક્લબની આગામી કાર્યયોજના અને પ્રાથમિકતાઓ અંગે સંબોધન કર્યું હતું. તેમણે રોટરી ક્લબની સામાજિક સેવા પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવાની તેમજ સમાજના વિવિધ વર્ગો સુધી સેવા પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પ્રમુખ હર્ષદ પટેલ સાથે શ્રીમતી ધર્મિષ્ઠા, એજી નિખિલ શુક્લા, પાસ્ટ પ્રેસિડેન્ટ જયેશ પટાડિયા, એક્ઝિક્યુટિવ સેક્રેટરી વિરલભાઈ, એક્સ-સેક્રેટરી નિતિનભાઈ ઠાકોર તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં વર્ષ 2026-2027 માટે રચવામાં આવેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો પણ પરિચય કરાવવામાં આવ્યો હતો. તેમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જોઈતારામભાઈ, સ્વપ્નિલભાઈ, ડૉ. કે. આઈ. પટેલ, મહેન્દ્રભાઈ, મહેશભાઈ, અમરીશભાઈ, વિરલભાઈ, જયેશભાઈ, દિનેશભાઈ સોની, ભરતભાઈ, કેતનભાઈ સહિત અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025-2026માં નોંધપાત્ર કામગીરી કરનારા પૂર્વ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં જયેશભાઈ, નિતિનભાઈ તથા રોટ્રેક્ટર જેમિન શાહને તેમના યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2025-2026 દરમિયાન પ્રમુખ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કરવામાં આવેલી કામગીરી બદલ વિસ્પમકભાઈ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ મિડટાઉનના સભ્યોએ નવી કાર્યકારિણીને શુભેચ્છાઓ પાઠવી હતી અને વર્ષ 2026-2027 દરમિયાન સેવા, સામાજિક જવાબદારી તથા જનકલ્યાણના ક્ષેત્રમાં ક્લબની પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
