ગુજરાતી

સ્વદેશી જાગરણ મંચ, ગાંધીનગર વિભાગમાં ડૉ. મહેશભાઈ પટેલ વિભાગ સંયોજક તથા શ્રીમતી પ્રીતિબેન પંડ્યા મહિલા પ્રમુખ નિયુક્ત

ગાંધીનગર, 30 જૂન. સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંત દ્વારા યોજાયેલા પ્રાંત વર્ગ દરમિયાન ગાંધીનગર વિભાગ તથા વિવિધ જિલ્લાઓમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા દાયિત્વોની જાહેરાત કરવામાં આવી છે.
જાહેર કરાયેલા દાયિત્વો મુજબ ડૉ. મહેશભાઈ પટેલને ગાંધીનગર વિભાગના વિભાગ સંયોજક તથા શ્રીમતી પ્રીતિબેન પંડ્યાને વિભાગ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં ડૉ. રાકેશભાઈ પટેલને જિલ્લા પર્યાવરણ પ્રમુખ તથા શ્રીમતી હેમીબેન પરમારને જિલ્લા સમન્વયકનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં શ્રીમતી અર્ચનાબેન ભટ્ટને જિલ્લા મહિલા સહ-પ્રમુખ તથા શ્રીમતી અમિતાબેન માંડલિયાને જિલ્લા મહિલા સહ-પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં શ્રીમતી હિરલબેન પટેલને જિલ્લા મહિલા સહ-પ્રમુખ તથા ઈડર જિલ્લામાં શ્રીમતી પીનાબેન ત્રિવેદીને જિલ્લા મહિલા પ્રમુખનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે.
સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંતે તમામ નવ નિયુક્ત પદાધિકારીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ સંગઠનની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા તેમજ રાષ્ટ્રહિત અને સ્વદેશી અભિયાનને વધુ ગતિ આપવા સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવશે.

Related posts

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે SAL મેડિકલ કોલેજમાં “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” કાર્યક્રમ યોજાયો

w3hosters@gmail.com

વિશ્વ સિકલ સેલ દિવસ 19 જૂન નિમિત્તે વિશેષઆદિવાસી અસ્મિતાનો અવાજસિકલ સેલ મુક્ત ભારતનો સંકલ્પ

w3hosters@gmail.com

શિક્ષણ, રોજગાર અને વ્યવસાયના કારણે બદલાયેલી વ્યવસ્થાઓ અને પરિદૃશ્ય

w3hosters@gmail.com

Leave a Comment